કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના (ADP)


adp

  • વિહંગાવલોકન | કૃષિ ક્ષેત્રની વૈવિધ્યકરણ પ્રાયોજના હેઠળ ખેડૂતોને ઉચ્ચકક્ષાનું બિયારણ અને ખાતર તેમજ અદ્યતન ખેતી પધ્ધતિની તાલીમ આપવામાં આવે છે. આ માટેના નાણા ભંડોળની વ્યવસ્થા આદિજાતિ પેટા યોજના માટે ખાસ કેન્દ્રિય સહાય (SCA to TSP) માંથી ઉપલબ્ધ કરાશે. જેમાં લાભાર્થીનો ફાળો નહિવત હશે. તેના વહીવટી ખર્ચ માટે ડી-સેગ અને આદિજાતિ પેટા યોજનાની પ્રાયોજના વહીવટદાર દ્વારા ઉપલબ્ધ કરાશે. કૃષિ વૈવિધ્યકરણ પ્રાયોજના માટે જે કૃષિ પાક આવરી લેવાયા છે તેમાં મકાઈ, કારેલા, દૂધી, ટામેટા, રીંગણ, બાજરી અને રાગીનો સમાવેશ થાય છે.
  • ઉદ્દેશ | ઉચ્ચકક્ષાનું બિયારણ, ખાતર અને સંબંધિત તાલીમની ઉપલબ્ધિ.
  • પ્રારંભ | ૨૦૧૨-૧૩
  • ભાગીદાર સંસ્થા | કૃષિ સેવા ઉપલબ્ધકારો, ફર્ટિલાઈઝર કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટીઓ
  • ભૌગોલિક ભૂમિભાગ | ગુજરાતના આદિવાસી જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | આદિવાસી સમુદાયો, વિશેષતઃ ગરીબી રેખા નીચે જીવતા સમુદાયો
  • યોજના નીચેના લાભ | પ્રાયોજના અંતર્ગત બિયારણ અને ખાતર સાથેની કીટ ભાગ લેનાર લાભાર્થી ખેડૂતને ઉપલબ્ધ કરાશે. ખેતી - પધ્ધતિની તાલીમ પણ આ લાભાર્થી ખેડૂતોને આપવામાં આવશે.
  • મુખ્ય સિધ્ધિ | આ યોજના નીચે ૫ લાખ કરતાં વધુ લાભાર્થીઓને લાભ ઉપલબ્ધ કરાયો છે.
સંબંધિત કડીઓ
News and Events