ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટેની વ્યાપક માર્ગદર્શિકા


broad

  • પરિવારોને સીધી સહાયનું મૂલ્ય પરિવાર દીઠ રૂ. ૩૦,૦૦૦ થી વધવું જોઈએ નહિ.
  • પ્રાયોજનાના ભાગીદારે એવી ખાતરી આપવી પડશે કે તે પ્રાયોજનામાં ભાગ લેનાર પરિવાર ગરીબી રેખાની ઉપર આવી જશે અને ઓછામાં આછું એક પેઢી સુધી તે આવકનું સ્તર જાળવી શકશે.
  • પ્રાયોજનાની અંદર પાત્રતા ધરાવતી વસતિને સંપૂર્ણ રીતે આવરી લીધા પછી બિન આદિજાતિ પરિવારોને પણ આવરી લઈ શકાશે.
  • જે બિન સરકારી સંગઠનોને ખાનગી ક્ષેત્ર સાથે પાક લીધા પછીના તેમજ પાકની પ્રક્રિયા સંબંધિત ગોઠવણી હશે અથવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં તૈયાર થયેલ યુવકોને રોજગારીમાં સમાવી લેવા સંબંધિત ગોઠવણ હશે તેમને અગ્રતા આપવામાં આવશે.
  • પ્રાયોજનાના ભાગીદારોને, તેઓ સામાન્ય રીતે પોતાના ધંધાની લાઈનમાં જે સામાન્ય નફો મેળવી શકે તે ધોરણો અનુસાર તેમને વ્યવસ્થિત ખર્ચ અથવા સર્વિસ ચાર્જ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ પ્રાયોજનામાં પ્રોત્સાહન / બિન પ્રોત્સાહનની કલમ પણ રાખવામાં આવશે. તે અનુસાર જે ભાગીદાર નિયત સમય મર્યાદાની અંદર નિયત કર્યા અનુસારની સિધ્ધિ હાંસલ કરે તેમને પ્રાયોજનાના ખર્ચના ૨ થી ૫ ટકા સુધીનું વળતર ચૂકવશે, પરંતુ જો ભાગીદાર તેમાં નિષ્ફળ જાય તો તેમને પ્રાયોજના ખર્ચના ૨ થી ૫ ટકા સુધીનો દંડ કરાશે. આ કલમ, જે-તે પ્રાયોજનામાં જે જોખમે રહેલા હોય તેમને ધ્યાનમાં રાખીને આવી કલમ પ્રયોજાશે.
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events