committees
સમુદાયની ગ્રામસભાને હક્કનો પ્રકાર નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરાવી તેની મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે. તે ગ્રામ કક્ષાની વન અધિકાર સમિતિ (FRC)ની નિમણૂંક કરે છે.
ગ્રામકક્ષાની વન અધિકાર સમિતિ (FRC) નિયમ ૩ (૧)
ગ્રામકક્ષાની વન અધિકાર સમિતિ ગ્રામસભાને ચૂંટી કાઢેલા ૧૦ થી ૧૫ સભ્યોની બનેલી હોય છે અને તે પૈકી બે તૃતિયાંશ સભ્યો મહિલાઓ હોવી જોઈએ.
પેટાવિભાગીય કક્ષાની સમિતિ (SDLC) નિયમ - ૮
આ સમિતિમાં પેટા વિભાગીય અધિકારી અથવા તેના સમકક્ષ અધિકારી, જે તે વન વિભાગનો અધિકાર ધરાવતા વન અધિકારી કે તેના સમકક્ષ, તાલુકા કક્ષાની પંચાયતના ત્રણ સભ્યો, જે પૈકી એક મહિલા હોય- જેમની નિયુક્તિ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે. આ ત્રણ સભ્યો પૈકી બે સભ્યો અનુસૂચિત જનજાતિના / વનવાસીઓ હોવા જોઈએ.
જિલ્લા કક્ષાની સમિતિ (DLC) નિયમ - ૭
આ સમિતિમાં જિલ્લા કલેક્ટર અધ્યક્ષ તરીકે હોય છે. હવાલો ધરાવતા સંબંધિત વિભાગીય વન અધિકારી અથવા તેમના સમકક્ષ વન અધિકારી, રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલ જિલ્લા પંચાયતની ત્રણ સભ્યો હોય છે. આ ત્રણ સભ્યો પૈકી બે સભ્યો અનુસૂચિત જનજાતિના/વનવાસી હોવા જોઈએ અને એક સભ્ય મહિલા પ્રાયોજના વહીવટદાર સભ્ય સચિવ તરીકે ફરજ બજાવે છે.
રાજ્ય કક્ષાની સુનિયંત્રણ સમિતિ (SLMC) નિયમ - ૧૦
આ સમિતિમાં અધ્યક્ષસ્થાને રાજયના મુખ્ય સચિવ હોય છે. અન્ય સભ્યોમાં વન વિભાગના સચિવ, મહેસૂલ સચિવ, પંચાયત સચિવ અને આદિજાતિ વિકાસ વિભાગના સચિવ તથા અગ્રમુખ્ય વનસંરક્ષક, આદિવાસી સલાહકાર સમિતિના.