આજીવિકા અને આર્થિક વિકાસ


કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના

કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના અંતર્ગત ખેડૂતોને ઉચ્ચ કક્ષાનું બિયારણ અને ખાતર તથા અદ્યતન ખેતી માટેની તાલીમ ઉપલબ્ધ કરાય છે. આ માટેના નાણા ભંડોળની જોગવાઈ આદિજાતિ પેટા યોજના માટેની ખાસ કેન્દ્રિય સહાય (SCA TO TSP) મારફત કરાય છે. જેમાં લાભાર્થીઓનો ફાળો નહિવત હોય છે અને વહીવટ સહયોગ D-SAG અને આદિવાસી પેટા યોજનાના પ્રાયોજના વહીવટદાર તરફથી પ્રાપ્ત થાય છે. કૃષિ વૈવિધ્યીકરણ પ્રાયોજના હેઠળ મકાઈ, કારેલી, દૂધી, ટામેટા, રીંગણ વગેરે પાકોને આવરી લેવાયા છે.

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ

આ પ્રાયોજનાનો હેતુ પ્રાયોજના પૂરી થાય તે સમયગાળામાં દરેક ભાગ લેનાર પરિવારને ઓછામાં ઓછા ચાર પશુઓનું એકમ મળી રહે તેવો છે, જેથી ડેરી ઉદ્યોગ પૂરા સમય અને આર્થિક રીતે પોષણક્ષમ વ્યવસાય બની રહે. આ પૈકી બે પશુઓ પ્રાયોજના મારફતે અને બાકીનાં બે પશુ લાભાર્થી અને ઉછેર પધ્ધતિથી ઉછેરવાનાં છે.

આદિવાસી વિસ્તારોમાં હાટ બજાર

આદિવાસી વિસ્તારોના ગ્રામીણ પ્રદેશમાં દર અઠવાડિયે ભરાતું હાટ આદિવાસીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે તેમજ પોતાનાં કૃષિ અને આનુસંગિક ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરવા માટે તેમજ હસ્તોદ્યોગની બનાવટો વેચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ગુજરાત રાજ્યમાં હાલ લગભગ ૧૮૨ પરંપરાગત સાપ્તાહિક હાટ આદિવાસી વિસ્તારોમાં યોજાય છે.

સંબંધિત કડીઓ
News and Events