કન્યા સાક્ષરતા નિવાસી શાળા (જીએલઆરએસ)


  • આ યોજના ભારત સરકાર પુરસ્કૃત યોજના છે. રાજયમાં આદિજાતિ વિસ્‍તારમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં આદિજાતિની કન્યાઓનું શિક્ષણનું સ્‍તર ઉંચુ આવે તે હેતુસર ભારત સરકારશ્રીના આદિજાતિ બાબતોના મંત્રાલયે તા.૧/૪/૨૦૦૮ થી "કન્યા નિવાસી શાળા" ની યોજના જાહેર કરેલ છે.
  • ભારત સરકાર પુરસ્કૃત યોજના દ્વારા નકકી કરેલ જિલ્લાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં વસવાટ કરતી આદિજાતિ કન્યાઓનું શાળામાં ૧૦૦% પ્રવેશ આપી સામાન્ય જ્ઞાતિની સ્‍ત્રીઓ અને આદિજાતિની સ્ત્રીઓ વચ્ચે સાક્ષરતા અંગેની જે ઉંડી ખાઇ છે તે ઓછી કરવાનો ઉદ્દેશ છે. સામાજિક-આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવી તેના લાભો આદિવાસી કન્યાઓ સુધી પહોંચે તે માટે તેમનો સાક્ષરતા દર ઉંચો લાવવો જરૂરી છે.
  • અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાનો અમલ ૨૫% થી વધુ આદિજાતિ વસતી ધરાવતા જીલ્લાઓ જેમા સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ૩૫% કે તેથી ઓછું હોય તેવા જીલ્લામાં કરવામાં આવે છે.
  • અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળાનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિની ક્ન્યાઓના સાક્ષરતા દર માં સુધારો લાવવાનો અને ડ્રોપ આઉટ અટકાવી ક્ન્યાઓનો અભ્યાસ પૂર્ણ કરાવવાનો છે.
  • આ યોજના અંતર્ગત આદિજાતિની ક્ન્યાઓને રહેઠાણ સુવિધા સાથે ગુણવત્તા સભર શિક્ષણ આપવામા આવે છે તેમજ વિદ્યાર્થીનીઓની દરેક પ્રકારની પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં આવે છે. ક્ન્યાઓમાં આત્મવિશ્વાસ કેળવવા શિક્ષણની સાથે વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, એક્સપોઝર મુલાકાત, કમ્પયુટર શિક્ષણ, વિવિધ રમત-ગમત તાલીમ આપવામા આવે છે.
  • અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળાઓની યોજના અંતર્ગત રીકરીંગ ખર્ચ પેટે વિદ્યાર્થીની દીઠ રૂ.૨૭,૧૦૦/- ફાળવવામાં આવે છે.
  • વર્ષ ૨૦૧૫-૧૬ માં શૈક્ષણિક બાબતોને લગતા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા શાળાઓને ફાળવવામાં આવતી રીકરીંગ ગ્રાન્ટમાં વિદ્યાર્થી દિઠ પ્રતિ વર્ષ રૂ. ૧૦,૦૦૦/- નો વધારો કરેલ છે.
  • આ ઉપરાંત એક શાળાને દર પાંચ વર્ષે રૂ. ૬,૭૫,૦૦૦/- નોન-રીકરીંગ ગ્રાન્ટ (વાસણ, ગાદલા, ફર્નિચર વગેરે માટે) ફાળવવામાં આવે છે.
  • વિદ્યાર્થીનીઓને માસિક રૂ.૧૦૦/- પ્રોત્સાહન પેટે ચુકવવામાં આવે છે.
  • હાલ માં ૪૩ અલ્પ સાક્ષર એક્લવ્ય કન્યા નિવાસી શાળાઓ કાર્યરત છે. આ તમામ શાળાઓનું સંચાલન ‘ટ્રસ્ટ’ તરીકે સોસાયટી દ્વારા કરવામાં આવે છે.
કન્યા સાક્ષરતા નિવાસી શાળા (જી.એલ.આર.એસ)
અનુ. નં. શાળાનું નામ શાળાનું સરનામું તાલુકો વિદ્યાર્થીનીઓની સંખ્યા
જી.એલ.આર.એસ-જેઠી મામલતદાર કચેરીની પાછળ, અમીરગઢ, જિ: બનાસકાંઠા અમીરગઢ ૨૮૫
જી.એલ.આર.એસ-ગઢ મહુડી હિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠા દાંતા ૨૯૧
જી.એલ.આર.એસ-રાણપુર આંબા હિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠા દાંતા ૨૯૭
જી.એલ.આર.એસ-વિરમપુર હિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠા દાંતા ૨૭૭
જી.એલ.આર.એસ-સરોતરા મામલતદાર કચેરીની પાછળ, અમીરગઢ, જિ: બનાસકાંઠા અમીરગઢ ૨૮૧
જી.એલ.આર.એસ-ખડકવાડા મુ. પુનિયાવાંટ, તા તથા જિ: છોટા ઉદેપુર છોટા ઉદેપુર ૨૭૦
જી.એલ.આર.એસ-કીડીઘોઘાદેવ મુ. પુનિયાવાંટ, તા તથા જિ: છોટા ઉદેપુર છોટા ઉદેપુર ૨૭૩
જી.એલ.આર.એસ-માલેજા મુ. પુનિયાવાંટ, તા તથા જિ: છોટા ઉદેપુર છોટા ઉદેપુર ૨૬૭
જી.એલ.આર.એસ-છોડવાણી મુ. ગોજારીયા, તા: કવાંટ, જિ: છોટા ઉદેપુર કવાંટ ૨૯૪
૧૦ જી.એલ.આર.એસ-મોગરા મુ. ગોજારીયા, તા: કવાંટ, જિ: છોટા ઉદેપુર કવાંટ ૨૯૦
૧૧ જી.એલ.આર.એસ-સૈદીવાસણ મુ. ગોજારીયા, તા: કવાંટ, જિ: છોટા ઉદેપુર કવાંટ ૨૭૭
૧૨ જી.એલ.આર.એસ-ધારસીમેલ મુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુર નસવાડી ૨૮૯
૧૩ જી.એલ.આર.એસ-ઘુટીયાઆંબા મુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુર નસવાડી ૨૭૬
૧૪ જી.એલ.આર.એસ-તણખલા મુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુર નસવાડી ૨૮૫
૧૫ જી.એલ.આર.એસ-પીસયતા મુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુર નસવાડી ૨૮૭
૧૬ જી.એલ.આર.એસ-ભીખાપુર મુ. વડાતલાવ, તા: પાવી જેતપુર, જિ: છોટા ઉદેપુર પાવી જેતપુર ૨૬૦
૧૭ જી.એલ.આર.એસ-મુવાડા મુ. વડાતલાવ, તા: પાવી જેતપુર, જિ: છોટા ઉદેપુર પાવી જેતપુર ૨૪૬
૧૮ જી.એલ.આર.એસ-સલોઝ મુ. વડાતલાવ, તા: પાવી જેતપુર, જિ: છોટા ઉદેપુર પાવી જેતપુર ૨૮૨
૧૯ જી.એલ.આર.એસ-ઉસરવાણ એજ્યુકેશન કોમ્પ્લેક્ષ ઈન લો-લીટરસી પોકેટ, ઉસરવાણ, તા: તથા જિલ્લો: દાહોદ. દાહોદ ૨૨૧
૨૦ જી.એલ.આર.એસ-ખરેડી મુ. ખરેડી, તા: તથા જિ: દાહોદ દાહોદ ૨૮૨
૨૧ જી.એલ.આર.એસ-નાની ખજુરી એજ્યુકેશન કોમ્પ્લેક્ષ ઈન લો-લીટરસી પોકેટ, દેવગઢ બારીયા (નાની ખજુરી), કુસુમબેન હોસ્ટેલ, પી.ટી.સી કોલેજ રોડ, લાલ બંગલા, મુ. પો. અને તા: દેવગઢ બારીયા, જિ: દાહોદ. દેવગઢ બારીયા ૨૧૫
૨૨ જી.એલ.આર.એસ-મંડોર એજ્યુકેશન કોમ્પ્લેક્ષ ઈન લો-લીટરસી પોકેટ, મંડોર/ધાનપુર, હરી ઓમ ફળીયા, રીલાયન્સ ટાવરના બાજુમાં, મુ. પો. અને તા: ધાનપુર, જિ: દાહોદ. ધાનપુર ૨૨૩
૨૩ જી.એલ.આર.એસ-ફતેપુરા મુ. બારીયા, પો. ફતેપુરા, તા: ફતેપુરા, જિ: દાહોદ ફતેપુરા ૨૮૨
૨૪ જી.એલ.આર.એસ-નીમચ મુ. મેડા ફળીય, પો. બોરાલિયા, તા: ગરબાડા, જિ: દાહોદ ગરબાડા ૨૪૩
૨૫ જી.એલ.આર.એસ-ગરાડીયા સુરતનભાઇ જે. કટારા હાઉસ, મુ. ગરાડીયા, પો. ભાનપુર, તા: જાલોદ, જિ: દાહોદ જાલોદ ૨૩૮
૨૬ જી.એલ.આર.એસ-નીનામાની વાવ આઇ.ટી.આઇ ના બાજુમા, ધાનપુર રોડ, પલ્લી, લીમખેડા, જિ: દાહોદ લીમખેડા ૩૦૦
૨૭ જી.એલ.આર.એસ-સાપુતારા ટ્રાયબલ હાટ બીલ્ડીંગ, વાઘબારી રોડ, સાપુતાર, તા: આહવા, જિ: ડાંગ આહવા ૨૯૦
૨૮ જી.એલ.આર.એસ-જુનાગરવાડા કેતન ઈન્ડસટ્રીઝ કમ્પાઉન્ડ, સ્ટેશન રોડ, તાલાળા તાલાળા ૯૧
૨૯ જી.એલ.આર.એસ-સાલિયામુવાડી, કડાણા જી.ઈ.બી હોસ્ટેલ, દિવડા કોલોની, તા: કડાણા, જિ: મહિસાગર કડાણા ૧૪૮
૩૦ જી.એલ.આર.એસ- કડાણા જી.ઈ.બી હોસ્ટેલ, દિવડા કોલોની, તા: કડાણા, જિ: મહિસાગર કડાણા ૨૧૮
૩૧ જી.એલ.આર.એસ- ખેરવા, સંતરામપુર એસ્સાર પેટ્રોલ પંપના પાછળ, કોલેજ રોડ, મુ. નરસિંગપુર, પો. તા: સંતરામપુર, જિ: મહિસાગર સંતરામપુર ૨૮૦
૩૨ જી.એલ.આર.એસ-દેડીયાપાડા જી.એલ.આર.એસ-દેડીયાપાડા, રાજવંત પેલેસ કમ્પાઉન્ડ, શિતળા માતાના મંદિર સામે, રાજપીપળ, જિ: નર્મદા રાજપીપળા ૩૦૦
૩૩ જી.એલ.આર.એસ-ઘોઘંબા મામલતદાર કચેરીના બાજુમાં, મુ. પો. ઘોઘંબા, તા: ઘોઘંબા, જિ: પંચમહાલ ઘોઘંબા ૧૭૯
૩૪ જી.એલ.આર.એસ-જાંબુધોડા જી.આર.એસ-વેજલપુર (જાંબુઘોડા), પેટ્રોલ પંપના બાજુમાં, તા: કલોલ, જિ: પંચમહાલ. કલોલ ૨૩૬
૩૫ જી.એલ.આર.એસ-ખેડબ્રહ્મા-૧ ગણેશ સોસાયટી, કાશી વિશ્વનાથ મંદિરના પાછળ, મુ. પો. ખેડબ્રહ્મા, જિ: સાબરકાંઠા ખેડબ્રહ્મા ૨૧૧
૩૬ જી.એલ.આર.એસ-પોશીના મુ. પો. ચિખલી, તા: ખેડબ્રહ્મા, જિ: સાબરકાંઠા ખેડબ્રહ્મા ૧૬૮
૩૭ જી.એલ.આર.એસ-ખેડબ્રહ્મા-૨ મુ. પો. ચિખલી, તા: ખેડબ્રહ્મા, જિ: સાબરકાંઠા ખેડબ્રહ્મા ૧૮૩
૩૮ જી.એલ.આર.એસ-ઉકાઇ ૫૦૦ ક્વાર્ટસ, એસ.આર.પી. પરેડ ગ્રાઉન્ડ, ઉકાઇ ડેમ, તા: સોનગઢ, જિ: તાપી. સોનગઢ ૨૪૧
૩૯ જી.એલ.આર.એસ-બાબરઘાટ મુ. પો. બાબરઘાટ, તા: ઉચ્છલ, જિ: તાપી. ઉચ્છલ ૨૩૭
૪૦ જી.એલ.આર.એસ-બાબરઘાટ-૨ મુ. પો. બાબરઘાટ, તા: ઉચ્છલ, જિ: તાપી. ઉચ્છલ ૨૩૫
૪૧ જી.એલ.આર.એસ-કરચોંડ જી.આર.એસ કરચોંડ, પાણીની ટાંકીના બાજુમાં, ઓઝરપાડા, તા: ધરમપુર, જિ: વલસાડ ધરમપુર ૩૦૨
૪૨ જી.એલ.આર.એસ-ધરમપુર જી.આર.એસ કરચોંડ, પાણીની ટાંકીના બાજુમાં, ઓઝરપાડા, તા: ધરમપુર, જિ: વલસાડ. ધરમપુર ૨૩૯
૪૩ જી.એલ.આર.એસ-સુથારપાડા કાજુફળીયા, વાપી-નાસિક રોડ, મુ. કપરાડા, જિ: વલસાડ. કપરાડા ૩૦૦
કુલ ૧૦૮૮૯

સંબંધિત કડીઓ
News and Events