private
ભાગીદાર સંસ્થાએ જે રસ / હિત દર્શાવ્યા હોય તેના આધારે ચકાસણીઃ પ્રાથમિક કક્ષાએ બહુ જૂજ પક્ષકારોની પસંદગી તેમની ક્ષમતાના આધારે કરવામાં આવશે અને પ્રાથમિક ચકાસણી માટેના માપદંડ આ બાબતો પર આધારિત હશે :
- સૂચિત વિસ્તાર માટે કયા પ્રકારની પ્રવૃતિ સૂચવવામાં આવી છે
- ટેકનિકલ તજજ્ઞતા/સંબંધિત ક્ષેત્રમાત્ર અનુભવ
- પક્ષકાર સંસ્થાનું વાર્ષિક ટર્ન-ઓવર.
ટૂંકી યાદી બનાવવી - ઉપર પ્રમાણેની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ, નીચેના માપદંડના આધારે આવેલ તમામ પક્ષકારો પૈકી અમુક પક્ષકારોની ટૂંકી યાદી અંતિમ તબક્કાની પસંદગી માટે કરવામાં આવશે :
- સંબંધિત ક્ષેત્રમાં અનુભવ અને પ્રાપ્ત કરેલ પરિણામો
- લાયકાત ધરાવતા કર્મચારીગણની સંખ્યા
- આંતરરાષ્ટ્રીય સંસ્થા કે મંડળનો અનુભવ/આઉટસોર્સિંગ તજજ્ઞતા માટે જુદા જુદા પક્ષકારો સાથેની ગોઠવણ - વ્યવસ્થા
- રાજ્ય કક્ષાએ તેમજ સંબંધિત કાર્યક્ષેત્રની અંદર સંસ્થાની સુવિધાઓ
પસંદગી - ટૂંકી યાદીમાં સમાવિષ્ટ પક્ષકારોને સંબંધિત સૂચિત વિસ્તાર માટે સર્વ સમાવેશક દરખાસ્ત તૈયાર કરવા માટે કહેવાશે, તે પછી અંતિમ પસંદગી, નીચેના માપદંડને આધારે કરવામાં આવશે :
- પ્રાયોજના
- પ્રાયોજનાનું ખર્ચ
- તેમાં રહેલાં જોખમો અને જોખમના વ્યવસ્થાપન માટેના ઉપાયો
- જેટલા રૂપિયા ખર્ચાય તે સામે સરેરાશ મળતર / વળતર