સંબંધિત અનુભવ ધરાવતી અને ટેકનિકલ, નાણાકીય અને માનવ સંસાધન બાબતોમાં સજ્જ એવી કોઈ પણ એજન્સી સરકાર સાથે ભાગીદારી કરી શકે છે. આવા ભાગીદાર ખાનગી ક્ષેત્રનું એકમ હોઈ શકે. નીચેના ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની ભલામણ કરવામાં આવી છે:
જમીન આધારિત પ્રવૃતિઓ
- જેમાં જોખમ ઓછું હોય અને ઉત્પાદકતા વધુ હોય તેવા પાક લેવા
- કોઈપણ રસાયણ વિનાની જીવંત ખેતીથી થતા પાક, જૈવિક ટેકનોલોજીની મદદથી સુધારેલ પાક, મોટી માત્રામાં ફળફળાદિ અને શાકભાજીનું ઉત્પાદન, ઔષધિય ગુણો ધરાવતા છોડ-ઝાડનું વાવેતર અને ફુલઝાડનું વાવેતર
- સિંચાઈ અને જમીન વિકાસ જેવી સહયોગી સમર્થનરુપ પ્રવૃતિઓ
દૂધ ઉદ્યોગ આધારિત પશુપાલન પ્રવૃતિઓ અને સેવા ક્ષેત્ર
- વાહનવ્યવહાર ક્ષેત્ર માટે તેમજ બાંધકામ ક્ષેત્ર માટે વધુ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ
- યુવકોને ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર તરફ વાળવા માટે વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમો
- પ્રાથમિક કક્ષાની ઔદ્યોગિક ટેકનોલોજી સેવાઓ
- આતિથ્ય સત્કાર ક્ષેત્ર