જાહેર ખાનગી ભાગીદારી


  • વ્યવસાયિક તાલીમ કેન્દ્રો (VTCs) અને કૌશલ્ય તાલીમ | ના કાર્યક્રમો ચાલે છે અને તાલીમાર્થીઓને સહાયક બનવામાં આવે છે.
    GIZIS - ટેકનિકલ પરામર્શન માટે
  • કૃષિ | કૃષિ સેવા ઉપલબ્ધકારો વિવિધ આપૂર્તિઓ અને સેવાઓ ઉપલબ્ધ કરે છે.
  • પશુપાલન | જિલ્લા અને ગ્રામ કક્ષાની પશુપાલન અને દૂધ સહકારી મંડળીઓની મારફતે IDDP સંકલિત દૂધ ઉદ્યોગ વિકાસ કાર્યક્રમ
    સંકલિત પશુપાલન વિકાસ કાર્યક્રમ – J K Trust, BAIF મારફતે
  • શિક્ષણ | HCL મારફતે ૮૦૦૦ શાળાઓમાં અને છાત્રાલયોમાં બાયોમેટ્રીક હાજરી પદ્ધતિ
    ૨૫ એકલવ્ય શાળાઓ પૈકી ૧૨ શાળાઓ જેમાં એક સૈનિક શાળા પણ સમાવિષ્ટ છે તેનો વહીવટ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ મારફતે
    IL અને FS EST દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી
  • નાણાકીય સમાવેશ | દેના બેન્ક દ્વારા આદિવાસી વિસ્તારોમાં એટીએમ (ATM-All Time Money)
  • મૂલ્યાંકન | GIDR મારફતે તેમજ રાજ્ય સરકારના આયોજન વિભાગ દ્વારા નક્કી કરાયેલી સંસ્થાઓ મારફતે ઐતિહાસિક અને પ્રવર્તમાન મૂલ્યાંકન

ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટેની વ્યાપક માર્ગદર્શિકા

પ્રાયોજના ભાગીદારે એ ખાતરી આપવાની રહેશે કે તે યોજનામાં ભાગ લેનાર પરિવાર ગરીબી રેખાની ઉપર આવી જશે અને ઓછામાં ઓછું એક પેઢી સુધી તે પરિવાર આવકનું તે સ્તર જાળવી રહેશે.

સરકારી સહયોગ અને ભૂમિકા

સરકારી સહયોગ અને ભૂમિકા પ્રત્યેક પ્રોજેક્ટ પ્રમાણે અલગ-અલગ પ્રમાણમાં રહેશે પરંતુ સામાન્યતઃ પ્રત્યેક પ્રાયોજનાની અંદર સહાય માટેની સરેરાશ રકમ ગરીબી રેખા નીચે જીવતા પ્રત્યેક કુટુંબ દીઠ રૂ. ૩૦,૦૦૦/-ની મર્યાદામાં રહેશે. પ્રાયોજનાઓ માટે સરકારી સહયોગ, સરકારના આદિજાતિ વિકાસ વિભાગ મારફતે ઉપલબ્ધ કરાશે. આ વિભાગ પોતાની આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP) ના પ્રવાહિત ભંડોળ તેમજ અન્ય વિભાગોના ભંડોળની ગોઠવણ કરશે.

સરકારી નોડલ એજન્સી

ગુજરાત સરકારે પ્રાયોજનાઓ ખાનગી ક્ષેત્ર સાથે વિકસાવવા અને તેને સહાયરૂપ બનવા માટે તેમજ નાણા ભંડોળની ગોઠવણ માટે ‘ડી-સેગ’ સંસ્થાને નોડલ એજન્સી તરીકે જાહેર કરી છે. ઉપરાંત, જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં અન્ય વિભાગો સાથે સંવાદ કરવા માટેની પણ તે મુખ્ય ભૂમિકા ધરાવતી સંસ્થા છે.

ખાનગી ક્ષેત્ર માટેના માપદંડ અને પસંદગીની કાર્યપધ્ધતિ

તેઓએ દર્શાવેલ સહિત/રસના આધારે ચકાસણીઃ શરૂઆતના તબક્કે અમુક વિશેષ ક્ષમતા ધરાવતી જૂજ સંખ્યામાં ભાગીદારોની પસંદગી કરવામાં આવશે અને આવી પ્રાથમિક પસંદગી કરવા માટેના માપદંડ આ પ્રમાણે રહેશે.

ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટેનાં સંભવિત ક્ષેત્રો

કોઈપણ સંસ્થા જે અનુરૂપ અનુભવ ધરાવતા હશે તેમજ જેમની ટેકનિકલ, નાણાકીય અને માનવસંપદા ક્ષેત્રે યોગ્ય ક્ષમતા હશે તેઓ સરકાર સાથે ભાગીદારી કરી શકે. આવા ભાગીદાર ખાનગી ક્ષેત્રનાં એકમો, સહકારી મંડળી કે જાહેર ક્ષેત્રની સંસ્થા હોઈ શકે.

તાર્કિકતા

જો કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં કૃષિ-આબોહવા માટે તરફેણયુક્ત પરિસ્થિતિ છે જ તે છતાં તે પટ્ટો આર્થિક રીતે પછાત રહ્યો છે. તેથી એવા બહુવિધ ક્ષેત્રીય પ્રતિભાવની જરૂર છે. જે માત્ર કૃષિ વિષયક આપૂર્તિ અને સુવિધાઓ કરતાં કંઈક વિશેષ રીતે આગળ વધવા તૈયાર હોય.

સંબંધિત કડીઓ
News and Events