તાર્કિકતા


rationale

ગુજરાતના આદિવાસી પટ્ટાની કૃષિવિષયક આબોહવા અનુકૂળ હોવા છતાં તે વિસ્તાર આર્થિક રીતે પછાત રહ્યો છે. તેથી હવે એવા બહુવિધ ક્ષેત્રીય પ્રતિભાવની આવશ્યકતા છે જે માત્ર કૃષિવિષયક આપૂર્તિઓ કે સુવિધાઓ ઉપલબ્ધકરણ ઉપરાંત કંઈક વધુ આગળની વિચારણા કરે. ખાનગી ક્ષેત્રમાં સાહસવૃતિ છે ત્યાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શક્ય છે. આથી પૂર્વીય ગુજરાતી પટ્ટાના આદિવાસી વિસ્તારોને આર્થિક મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ખાનગી ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેમ છે.

આદિજાતિ વિકાસ વિભાગ આદિજાતિ વિસ્તારની ગરીબી દૂર કરવા માટે અને નીચેથી ઉપરની દિશામાં વૃધ્ધિ પામે તેવી વિકાસ પ્રક્રિયા ઉભી કરવા માટે ઉત્સાહપ્રેરક ખાનગી ક્ષેત્રની સામેલગીરી માટે પ્રોત્સાહન પૂરું પાડવા ઈચ્છે છે. ગુજરાત સરકારે (તેમના તારીખ ૧૦ એપ્રિલ ૨૦૦૭ ના ઠરાવ નં. વીકેવાય-૧૦૨૦૭-૨૪૪(૧)---દ્વારા) મુખ્ય મંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમની પ્રાયોજનાઓના મોટા પાયા પરના અમલ માટે ખાનગી ક્ષેત્રની સામેલગીરી માટે વ્યાપક માર્ગદર્શિકા જારી કરી છે.

સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events