લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં અનામત વ્યવસ્થા


reservation

બંધારણની કલમ ૩૩૦ અંતર્ગત લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે બેઠકો અનામત રખાય છે. મૂળ તો આ અનામત વ્યવસ્થા બંધારણ રચાયું તે પછી દસ વરસ માટે અમલમાં હતી. પરંતુ તે પછી સતત દર દસ વરસે વધુ દસ વરસ માટે તેનો અમલ ચાલુ રખાયો છે. પછી ૧૯૯૯ માં બંધારણમાં થયેલા સુધારા અંતર્ગત અનામત ૨૦૧૦ ના જાન્યુઆરીની ૨૫ તારીખ સુધી ચાલુ રખાઈ હતી. (કલમ ૩૩૪ (અ) ).

લોકસભાની બેઠકો અને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસતિના ધોરણે અનામત બેઠકો નક્કી કરવાની હોય છે. રાજ્યમાં કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં દરેક જ્ઞાતિ કે જાતિ માટે લોકસભાની અનામત બેઠકો, તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભા માટે કૂલ જેટલી બેઠકો ફાળવવામાં આવી હોય તેના લગભગ પ્રમાણસર રાખવાની હોય છે. કારણ કે સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે-તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં (સિવાય કે આસામની સ્વાયત જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની બેઠકો) કુલ વસતિના પ્રમાણમાં જ ફાળવવામાં આવી હોય છે.

તે જ રીતે બંધારણની કલમ ૩૩૨(૧) નીચે રાજ્યોની વિધાનસભાઓમાં (સિવાય કે આસામના સ્વાયત જિલ્લાઓમાં અનુસૂચિત જનજાતિઓ) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો રાખવાની હોય છે. કલમ ૩૩૪(અ) નીચે આ અનામત વ્યવસ્થા જાન્યુઆરી ૨૫, ૨૦૧૦ સુધી ચાલુ રાખવાની છે. રાજ્યની વિધાનસભાઓના આ રીતે જે-તે જાતિઓ કે જનજાતિઓ માટે રાખવાની અનામત બેઠકો, લગભગ જે-તે વિધાનસભાની કુલ બેઠકોના પ્રમાણમાં હોવી જોઈએ. કારણ કે તેવી જ્ઞાતિઓ કે જાતિઓની બેઠકો રાજ્યમાં રાજ્યની તે જ્ઞાતિઓ કે જાતિઓની કુલ વસતિના આધાર પર નક્કી કરવામાં આવી હોય છે.

સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events