તાલીમ અને રોજગાર
મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ
અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓમાં તબીબી પ્રવેશ પરીક્ષા માટે તાલીમની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેમજ તબીબી કોલેજોમાં અનુસૂચિત જનજાતિઓની અનામત બેઠકો ખાલી ન રહે તે ઉદ્દેશથી "ગુજસેટ” તાલીમ યોજના શરૂ કરવામાં આવી. આ યોજના નીચે આદિવાસી વિદ્યાર્થીઓને ગુજસેટની તાલીમ આપીને તેમને તબીબી કોલેજોમાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
પ્રતિભાકોશ (ટેલેન્ટપુલ) વાઉચર યોજના
ગુણવત્તાયુક્ત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક તાલીમી સંસ્થાઓમાં વધુ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા.
ખાનગી - જાહેર ભાગીદારી (PPP) મોડ્યુલ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (VTC) માટે
વનબંધુ કલ્યાણ યોજનામાં અનુસૂચિત જનજાતિના પરિવારોની આવક, ગુજરાતના સંકલિત આદિજાતિ વિકાસ વિભાગ પ્રાયોજના તાલુકાઓમાં બે ગણી કરવા માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ માટે જુદી જુદી એક ખાનગી કંપનીઓ, બિનસરકારી સંગઠનો તેમજ ફળદાયી યોજનાના અમલ માટે હાથ મિલાવ્યા છે.