આદિવાસી સલાહકાર સમિતિ


council

જે રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારો આવેલા હોય તે રાજ્યોમાં આદિવાસી સલાહકાર સમિતિ રચવામાં આવેલી છે, જેમાં વીસ કરતાં વધુ નહિ તેટલા સભ્યો હોય છે. જે પૈકી ત્રણ ચતુર્થાંશ સભ્યો વિધાનસભામાં અનુસૂચિત જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરતા વિધાનસભ્યો હોય છે. જો રાષ્ટ્રપતિ સૂચના આપે તો, જે રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારો નથી, પરંતુ અનુસૂચિત જનજાતિઓની વસતિ છે તે રાજ્યોમાં પણ આવી સલાહકાર સમિતિ રચી શકાય છે.

એ બાબતની નોંધ લેવી જોઈએ કે જે રાજ્યમાં અનુસૂચિત વિસ્તારો આવેલા હોય તે રાજ્યો માટે આદિવાસી સલાહકાર સમિતિની રચના કરવાનું ફરજિયાત છે પરંતુ જે રાજ્યોમાં અનુસૂચિત જનજાતિઓની વસતિ છે ત્યાં આવી આદિવાસી સલાહકાર સમિતિની રચના કરવાનું ફરજિયાત નથી. ત્યાં આ બાબત કેન્દ્ર સરકારની મરજી ઉપર છોડવામાં આવી છે.

આદિવાસી સલાહકાર સમિતિ અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અને પ્રગતિ માટે, રાજ્યપાલ તેમને જે બાબતો સૂચવે તેના પર, સલાહ આપે છે, રાજ્યપાલ જાહેરનામું બહાર પાડીને સંસદે ઘડેલો કોઈ અમુક કાયદો અથવા રાજ્યની વિધાનસભાએ ઘડેલો કોઈ અમુક કાયદો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડશે નહિ, અથવા અમુક ખાસ સૂચવવામાં આવેલ અપવાદ કે સુધારાને આધીન રહીને લાગુ પડશે. (ફકરા ૫ ની પેટાકલમ ૧).

રાજ્યપાલને અનુસૂચિત વિસ્તારોમાં શાંતિ અને સુચારુ શાસન માટે આદિવાસી સલાહકાર કાઉન્સિલ સાથે પરામર્શ કરીને નિયમન ઘડવાની સત્તા છે. (ફકરા ૫ ની પેટાકલમ ૨ અને ૫) વળી, નિયમન દ્વારા સંબંધિત અનુસૂચિત વિસ્તારને લાગુ પડતા સંસદે ઘડેલા કે રાજ્યની વિધાનસભાએ ઘડેલી કાનૂનના ફેરફાર કરવાની કે તેને પાછો ખેંચવાની પણ જોગવાઈ છે. (ફકરા ૫ ની પેટા કલમ ૩). કોઈપણ નિયમનને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તે અમલી બની શકે છે. (ફકરા ૫ ની પેટાકલમ ૪) આમ, આ તમામ જોગવાઈઓ રાજ્યપાલને કાનૂન ઘડવાની અત્યંત વ્યાપક કહી શકાય તેવી સત્તા આપે છે.

સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events