વનબંધુ કલ્યાણ યોજના – કેન્દ્રીય ક્ષેત્રની યોજના


vky

કેન્દ્રીય ક્ષેત્રની યોજના વનબંધુ કલ્યાણ યોજના (VKY-CSS)ની મહત્વકાંક્ષી પહેલ એક સંકલિત સાર્વત્રિક અને સંપૂર્ણ સમાવેશક કાર્યક્રમ છે. તેમાં વિકાસ માટેનાં ૧૩ કેન્દ્રબિંદુઓ છે. અનુસૂચિ V હેઠળનાં ભારતભરનાં દસ રાજ્યોમાં પ્રત્યેક રાજ્યના એક-એક તાલુકામાં પ્રાયોગિક ધોરણે મિશન-મોડ પધ્ધતિથી આ યોજના વર્ષ ૨૦૧૪-૧૫ માં શરૂ કરવામાં આવી હતી. તેનો અમલ ભારત સરકારનું આદિજાતિ બાબતોનું મંત્રાલય કરે છે. એક નવી પહેલ તરીકે ભારત સરકારે ચાલુ વરસમાં આ યોજના અંતર્ગત રૂપિયા ૧૦૦ કરોડની ફાળવણી કરી છે. આ યોજના મુખ્યત્વે અનુસૂચિત જનજાતિઓ અને સમાજના અન્ય સામાજિક જૂથો વચ્ચે માળખાકીય સુવિધાઓ અને માનવ વિકાસ સૂચાંકો (HDI) માં જે અંતર રહેલું છે તે પૂરવા માટે સેતુ બનવા ઉપર ઝોક ધરાવે છે.

"તેનો ઉદ્દેશ આદિવાસી લોકોના જરૂરિયાત આધારિત અને પરિણામલક્ષી સર્વતોમુખી વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ કરવાનો છે."

આકૃતિ ૩૫ વનબંધુ કલ્યાણ યોજના - કેન્દ્ર પુરસ્કૃત યોજના (vky-css) નાં કેન્દ્રવર્તી ક્ષેત્રો

કેન્દ્ર પુરસ્કૃત યોજના

શરૂઆતમાં તો જો તાલુકામાં તાલુકાની કુલ વસતિના ઓછામાં ઓછા ૩૩% લોકો આદિવાસી જાતિના હોય તે જ તાલુકાઓને લક્ષિત બનાવાયા હતા. વળી, તાલુકાની પસંદગી જે તાલુકાની આદિવાસી વસતિમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોય તે માપદંડનો આધાર લેવામાં આવતો હતો.

તદનુસાર ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો છોટાઉદેપુર તાલુકો પસંદ કરવામાં આવ્યો. આમ કેન્દ્ર પુરસ્કૃત યોજના - વનબંધુ કલ્યાણ યોજનાના પ્રાયોગિક અમલ માટે પસંદ કરવામાં આવેલ છોટાઉદેપુર તાલુકામાં કુલ ૧૪૪ ગામ અને ૪૪ ગ્રામ પંચાયતો આવેલી છે. ૨૦૧૪-૧૫ માં આ નવી યોજનાનો અમલ શરૂ થતાં આ તાલુકામાં આદિવાસી વિકાસની વિવિધ પ્રવૃતિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

સંબંધિત કડીઓ
News and Events