આદિમજૂથોને સુવિધાઓ
ptg
ગુજરાતમાં પાંચ આદિમજૂથ સમુદાયો વસે છે જેમની વસતિ ૨૩,૪૭૯ પરિવારોની છે. અમદાવાદની આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર સંસ્થાએ તમામ આદિમજૂથ સમુદાયના પરિવારોની ઊંડાણ પૂર્વકની યોજણી કરી છે. આ મોજણીમાં જણાઈ આવ્યુ કે આમાં એવા પણ કેટલાંક પરિવારો છે. જેમને નિશ્ચિત આજીવિકા માટેનું સ્ત્રોત ઉપલબ્ધ નથી. તેમની પાસે રહેવાનું ઘર નથી. વિજળીનું જોડાણ નથી. પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. તેઓ બીમારી ગ્રસ્ત છે. અશિક્ષિત છે. અસ્કયતાઓ વિહિન છે. અને દેવામાં ડૂબેલા છે. આમાના કેટલાંક જૂથોમાં દારૂ પીવાનું વ્યસન ઊંચા પ્રમાણમાં છે. બહારના સંપર્કો જાણવવામાં શરમ અનુભવતી હોવાથી તેમને ઘણી સરકારી કે આરોગ્ય સેવાઓ માટેની લાભાદાયી યોજનાઓનો લાભ ઉપલબ્ધ થતો નથી.
સરકારે તેમના તા. ૨૨/૧૧/૨૦૧૩ ના ઠરાવથી આદિમજૂથ સમુદાયો માટે છ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટેની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત આવાસ, વિજળીકરણ, માર્ગો, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ અને આર્થિક ઉત્કર્ષની યોજના આદિમજૂથ સમુદાયોને ઉપલબ્ધ કરવાનો ઉપક્રમ છે :
- આવાસ | નવા મકાનના બાંધકામ માટે અને પ્રવર્તમાન મકાનમાં સુધાર વધારા માટે સહાયની જોગવાઈ.
- વીજજોડાણ | ઘરમાં વિદ્યુત જોડાણ.
- માર્ગ | આંતરિક રસ્તાઓ, એપ્રોચ માર્ગો બનાવવા અને તેને મુખ્ય રસ્તાઓ સુધી જોડવા.
- પીવાનું પાણી | સલામત શુદ્ધ પીવાનુ પાણી અને શક્ય હોય ત્યા પાઈપ લાઈન મારફતે.
- શિક્ષણ | ગુણવત્તાયુક્ત શિક્ષણ પર અને ઉચ્ચ શિક્ષણ પર ઝોક.
- આર્થિક વિકાસ | આજીવીકા માટેની યોજનાઓનો લાભ.