સંસ્કૃતિ અને ઉત્સવ

festival


ભાંગુરિયા

  • મહિનો | માર્ચ
  • સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા
  • વર્ણન | આ તહેવારની ઉજવણી હોળી પૂર્વે રાઠવા જનજાતિ દ્રારા કરવામાં આવે છે. મુખ્યત્વે આ સંગીતમય ઢબે થતી ઉજવણી છે. જેમાં રાઠવા જાતિનાં પુરુષો અને સ્ત્રીઓ ગામના મધ્યભાગમાં રંગીન વસ્ત્રો પહેરીને, હાથમાં સંગીતનાં સાધનો લઈને નાચતાં-કૂદતાં ગીતો ગાય છે.
 

ઘેરનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | ક્વાંટ - છોટાઉદેપુર, રૂમાડિયા વડોદરા
  • વર્ણન | આ તહેવારની ઉજવણી રાઠવા જાતિના લોકો દ્રારા હોળીના બીજા દિવસે (ધુળેટીના દિવસે) કરવામાં આવે છે. રાઠવા જાતિના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રંગનો આ તહેવાર ઉજવે છે.
 

ચૂલનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | કવાંટ - છોટાઉદેપુર, વડોદરા
  • વર્ણન | આ તહેવાર હોળી - ધૂળેટી પછીના દિવસે ઉજવાય છે. રાઠવા જાતિના લોકો આ દિવસે પ્રગટાવેલા અગ્નિ ઉપર ખુલ્લા પગે ચાલે છે. આ ખૂબ રસપ્રદ અને ધ્યાનાકર્ષક મેળો છે.
 

ગોળ - ગધેડાનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | દાહોદ, દાહોદ જિલ્લો
  • વર્ણન | આ વિસ્તારના ભીલ જાતિના યુવક-યુવતીઓ માટે આ જાણે કે જીવનસાથી પસંદ કરવા માટેનો ઉત્તેજનાપૂર્ણ ઉત્સવ છે.
 

ગોળ-ઘોડીનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | વાંસકુઈ / મહુવા, સુરત
  • વર્ણન | આ મેળામાં હળપતિ, કુંકણા અને ગામિત જાતિના લોકો ત્યાં ભરાતા સાપ્તાહિક હાટમાં પૂજા માટેનાં ઉપયોગી માટીનાં વાસણો ખરીદવા એકત્ર થાય છે.
 

ચિત્ર - વિચિત્રનો મેળો

  • મહિનો | માર્ચ, હોળી પછી એક પખવાડિયામાં
  • સ્થળ | ગુણભાખરી, સાબરકાંઠા
  • વર્ણન | રાજ્યમાં યોજાતો આ આદિવાસી લોકોનો એક ખૂબ મોટો મેળો છે. જેમાં આ વિસ્તારના ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો ભાગ લે છે. અહીં સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીના સંગમ પાસે એક વિશાળ મંદિર આવેલું છે. આ મેળો આ જનજાતિના પૂર્વજોને યાદ કરી તેમની પૂજા કરવા માટે યોજાય છે. આ આદિવાસી સમુદાયમાં સ્ત્રી-પુરૂષો રંગીન વસ્ત્રો અને ચાંદીના ઘરેણાં પહેરી ઢોલના નાદે નૃત્ય કરે છે.
 

અખાત્રીજનો મેળો

  • મહિનો | માર્ચ
  • સ્થળ | અંબાજી, બનાસકાંઠા
  • વર્ણન | ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવાય છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો ઢોલના નાદે તેમને સાથ આપે છે.
 

Kaliya Bhoot no Melo

  • મહિનો | March
  • સ્થળ | Ambaji, Banaskantha
  • વર્ણન | A dance festival of witchcraft celebrated by Bhil Garasias. Hand-made terracotta sculptures are worshipped amid dancing and drumbeats.
 

ડાંગ દરબાર

  • મહિનો | માર્ચ - હોળીના થોડાક દિવસ પહેલાં
  • સ્થળ | આહવા - ડાંગ
  • વર્ણન | આ ડાંગ દરબાર ભરવાની શરૂઆત તો બ્રિટીશ અમલ દરમિયાન થયેલી, જેમાં આજુબાજુના દરબારો કે રજવાડાઓના રાજવીઓનો દરબાર ભરાતો. આઝાદી પછી આ તહેવારની ઉજવણી ચાલુ રખાઈ છે અને ડાંગના માજી રાજવીઓના વારસદારો તથા જિલ્લાના આદિવાસી લોકો તેમાં ઉત્સાહથી ભાગ લે છે. જિલ્લા કલેક્ટર આ દરબારના પ્રમુખસ્થાને હોય છે. ઉજવણી માટે જિલ્લાના દૂર-દૂરના આદિવાસીઓ આવે છે અને નૃત્ય - સંગીત સાથે ઉજવણીનો માહોલ રચાય છે.
 

દશેરાનો મેળો

  • મહિનો | ઓક્ટોબર
  • સ્થળ | છોટાઉદેપુર, વડોદરા
  • વર્ણન | આ ઉત્સવ અહીંની રાઠવા જાતિના લોકો ઉજવે છે. રંગીન વસ્ત્રો અને દાગીના પહેરેલાં પુરુષો અને સ્ત્રીઓ જુદાં જુદાં જૂથમાં નૃત્યનો આનંદ માણે છે.
 

નાગધરાનો મેળો

  • મહિનો | નવેમ્બર
  • સ્થળ | શામળાજી, સાબરકાંઠા
  • વર્ણન | ગુજરાતના ભીલ કે ગરાસિયા જાતિના લોકો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મોટા સમૂહમાં ભેગા થાય છે અને પૂજા / પ્રાર્થના કરે છે.
સંબંધિત કડીઓ
News and Events