દાવા નક્કી કરવા માટે પુરાવાઓ


evidences

દાવાની ખરાઈ પુરવાર કરવા માટે નીચેના પૈકી બે પુરાવા જરૂરી છે

  • જાહેર દસ્તાવેજો, ગેઝેટીયર, વસ્તી ગણતરી સેન્સસ, મોજણી અને વસવાટ સંબંધિત અહેવાલો જેવું સરકારી રેકર્ડ, નકશા, સેટેલાઈટ ઈમેજરી (ઉપગ્રહમાં ઝીલાતું છાયાચિત્ર), વર્કીંગ પ્લાન, માઈક્રો પ્લાન, જંગલ તપાસ અહેવાલો, અન્ય જંગલ સંબંધિત અહેવાલો.
  • સરકારે અધિકૃત કરેલ દસ્તાવેજ જેમકે મતદાતા ઓળખપત્ર, રેશનકાર્ડ, પાસપોર્ટ, ઘરવેરા પાવતી, વતન સંબંધિત પ્રમાણપત્ર, આવાસ, ઝૂંપડું, બંધ, ચેકડેમ (બંધપાળા) જેવી કાયમી લાક્ષણિકતાઓ
  • અર્ધ ન્યાયિક અને ન્યાયિક રેકર્ડ, અદાલતી હુકમો અને ચુકાદા
  • અધિકાર સંબંધિત, રાહત સંબંધિત, અગાઉના રાજા રજવાડા દ્વારા કૃપાની રાહે કરવામાં આવેલ તરફેણનું રેકર્ડ
  • વન અધિકાર સંબંધિત રીત રીવાજો કે પરંપરાઓના સંશોધન અભ્યાસો
  • પરંપરાગત માળખા - જેવાં કે કુવા, સ્મશાન ગૃહ, પવિત્ર સ્થાન
  • જાતિના વયોવૃધ્ધ વ્યકિતનું નિવેદન
 

પધ્ધતિ

  • ગ્રામ સભાએ નિયુક્ત કરેલી વન અધિકાર સમિતિ દાવા અરજી સ્વીકારે છે, તેની ચકાસણી કરે છે, રેકર્ડની નોંધ કરે છે અને દાવા અરજીના નિર્ણય માટે ગ્રામસભા તરફ રવાના કરે છે.
  • ગ્રામસભા તે દાવા અરજીની સ્વીકાર કે અસ્વીકારની ભલામણ સાથે પેટાવિભાગીય કક્ષાની સમિતિ સમક્ષ મોકલે છે.
  • પેટા વિભાગીય સમિતિ દાવા અરજી અને તેની સાથે મોકવામાં આવેલા પુરાવાની ચકાસણી કરે છે અને દાવા અરજી સંબંધિત ભલામણ સાથે નિર્ણય અર્થે જિલ્લા કક્ષાની સમિતિ તરફ રવાના કરે છે.
  • જિલ્લા કક્ષાની સમિતિ આ સંબંધિત નિર્ણય લેવા માટે આખરી સત્તા ધરાવતું તંત્ર છે.
સંબંધિત લીંક
News and Events