નાણાકીય જોગવાઈ


નાણાકીય

વનબંધુ કલ્યાણ યોજનાની પહેલને પરિણામે આદિજાતિ વિકાસ પેટા યોજના અંતર્ગત નાણાકીય ફાળવણી જે દસમી પંચવર્ષીય યોજના (૨૦૦૨-૨૦૦૭) દરમિયાન રૂપિયા ૫૬૪૦ કરોડ હતી તે વધીને અગિયારમી પંચવર્ષીય યોજના (૨૦૦૭-૧૨) માટે રૂપિયા ૧૫૦૦૦ કરોડ થઈ અને તે સામેનું ખર્ચ રૂપિયા ૧૭,૨૦૦ કરોડ રૂપિયા થયું. આનાથી પ્રેરાઈને રાજ્ય સરકારે બારમી પંચવર્ષીય યોજના (૨૦૧૨-૨૦૧૭) માટે મહત્વકાંક્ષી કહી શકાય તેવી રૂ. ૪૦,૦૦૦ કરોડની માતબર ફાળવણી કરી.

છેલ્લાં પાંચ વરસ (૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨) દરમિયાન, કુલ નાણાકીય ફાળવણી રૂ.૬૮૯૭૪.૦૭ કરોડ હતી,જેની સામે તે સમયગાળાનું સુધારેલ જોગવાઈ સામેનું ખર્ચ ૯૧.૦૭% એટલે કે રૂપિયા ૫૯૬૮૯.૩૧ કરોડ રૂપિયા થયું હતું.

છેલ્લાં ત્રણ વરસમાં નાણાકીય ફાળવણી અને ખર્ચ

વર્ષ ૨૦૨૦-૨૧ માટે નાણાકીય ફાળવણી રૂ. ૧૪૧૦૬.૪૨ કરોડ હતી, જેની સામે આદિવાસી વિકાસ કાર્યક્રમો અને પ્રવૃતિઓ અંતર્ગતનું ખર્ચ રૂ. ૧૧૧૨૦.૫૩ કરોડ હતુ. તે પછીના વર્ષે ૨૦૨૦-૨૦૨૧ ની આ ફાળવણીમાં વધારો થયો.આદિજાતિ વિસ્તાર પેટા યોજના, ગુજરાત પેટર્ન અને ન્યુક્લિઅસ બજેટ સહિતની વર્ષ ૨૦૨૧-૨૨ ની ફાળવણી રૂ. ૧૪૪૬૩.૦૮ કરોડની હતી, જેની સામે રૂ. ૧૨૯૫૯.૨૧ કરોડનો ખર્ચ થયેલ હતો. આદિજાતિ વિસ્તાર પેટા યોજના, ગુજરાત પેટર્ન અને ન્યુક્લિઅસ બજેટ સહિતની વર્ષ ૨૦૨૨-૨૩ ની ફાળવણી રૂ. ૧૪૬૩૮.૨૯ કરોડ છે.

 ફાળવણી અને ખર્ચ

આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના વાર્ષિક વિકાસ કાર્યક્રમમાં ગુજરાત સરકારે વ્યૂહરચના,અભિગમ અને ઉદ્દેશો પરત્વે જે દ્રષ્ટિબિંદુ અભિવ્યક્ત કર્યું છે તે, સામાન્ય રાજ્ય યોજનાના માળખામાં ભારત સરકારે આદિજાતિ પેટા યોજના માટે જે નીતિ નક્કી કરી છે તેને અનુરૂપ જ છે.

 


 

સંબંધિત કડીઓ
News and Events