વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ એ ભારત સરકારના આદિજાતિ મંત્રાલયે બનાવેલો કાનૂન છે અને ગુજરાત રાજયમાં તેનો અમલ થઈ રહ્યો છે. આ કાયદાની જોગવાઈ અંતર્ગત અનુસૂચિત જનજાતિઓના તથા અન્ય વનવાસીઓના પરંપરાગત રહેણાંકીય, સામાજિક, આર્થિક આજીવિક વિષયક અધિકારોની નોંધણી કરી તેવા અધિકારો તેમને એનાયત કરવામાં આવે છે. જંગલ અધિકાર અધિનિયમ, ૨૦૦૬ ની જોગવાઈઓ અંતર્ગત વ્યકિતગત, સામુદાયિક અને માળખાગત સુવિધાઓ સંબંધિત હક્કોની બાબત આવરી લેવાઈ છે.
કાયદો ઘડાયા પછીનાં વરસોમાં ભારત સરકારે કાયદાનું જાહેરનામું પ્રસિધ્ધ કરી તેની નીચે ક્રમાનુસાર નિયમો અને માર્ગદર્શિકાઓ જારી કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર તેમજ સુધારેલા નિયમો અનુસાર,
કાયદાના અમલ માટે રાજ્યમાં આદિજાતિ વિકાસ વિભાગ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.