છાત્રાલયો
સમરસ છાત્રાલય
અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાતવર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સમરસ હોસ્ટેલની યોજના શરુ કરવામાં આવી છે.
સહાયક અનુદાનથી ચાલતાં છાત્રાલયો
સમાજના અન્ય વર્ગોની સરખામણીમાં અનુસૂચિત જનજાતિની વસતિમાં શિક્ષણનું સ્તર નીચું છે. આદિવાસી વિસ્તારોની અંદર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટેની શાળાઓ નહિ હોવાથી વિદ્યાર્થીઓ સામાન્યતઃ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શાળા છોડી દે છે.