નવીન ગુજરાત પેટર્ન - સત્તાની સોંપણી / વિકેન્દ્રીકરણ


કોઈપણ કાર્યક્રમના તૃણમૂલ કક્ષાએ સફળ, અસરકારક પરિણામલક્ષી અમલ માટે નાણાકીય સત્તાઓને વાસ્તવિક રીતે નીચલી કક્ષાએ સોંપવામાં આવે એ ચાવીરૂપ બાબત છે. વિકાસ કાર્યક્રમોના ઘડતર, આયોજન અને અમલમાં સ્થાનિક જનજાતિઓને સામેલ કરવાની સક્રિય વિચારણા વરસોથી ચાલતી હતી. આમાંથી જ ઉદૃભવ થયો આદિજાતિઓના વિકાસ માટેની નવીન ગુજરાત પેટર્નનો, જેનાથી સમગ્ર આદિજાતિ વિકાસ યોજનાઓના આયોજન અને અમલમાં ક્રાન્તિ આવી.

આ પેટર્ન નીચે આદિજાતિ પેટા યોજનાનું લગભગ પ% ભંડોળ આદિવાસી જિલ્લાઓને તેમની વસતિ / વિસ્તારના પ્રમાણ અનુસાર ફાળવવામાં આવે છે અને જિલ્લાઓને તે ભંડોળનો ઉપયોગ પોતાની પસંદગીના કાર્યો / પ્રાયોજનાઓ પરત્વે કરવાની પૂરી સ્વતંત્રતા છે. ગુજરાત પેટર્નની શરૂઆત તો સરકાર દ્વારા ૧૯૯૭ માં કરવામાં આવી હતી.

આદિજાતિ વસતિની જરૂરિયાત આધારિત અગ્રતાઓને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં તેમજ તેમના જીવનની ગુણકક્ષા સુધારવામાં ગુજરાત પેટર્ન સફળ પુરવાર થયેલ છે. છેલ્લાં કેટલાંક વરસોમાં માર્ગો, પુલ, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, જમીન અને જલ સંરક્ષણ, વીજળીકરણ જેવા ક્ષેત્રીય કાર્યક્રમો અંતર્ગત જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. લોકોની જરૂરિયાત પરિપૂર્ણ કરવા માટે માળખાકીય વિકાસને અગ્રતા આપવામાં આવી છે.

1.1.1 વર્ષ ૧૯૯૯-૦૦ થી 2021-22 દરમિયાન પૂરાં થયેલાં કાર્યો

1.1.2 ગુજરાત પેટર્ન નીચે થયેલી ફાળવણી અને ખર્ચ

ગુજરાત પેટર્ન હેઠળના નાણાકીય ફાળવણી, વર્ષ 2021-22 માટે, ગુજરાત પેટર્ન હેઠળની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓમાં ટેકનોલોજી આધારિત નાણાકીય સમાવેશ પ્રોજેક્ટ, તબીબી પ્રવેશ પરીક્ષા કોચિંગ, સમરસ છાત્રાલય, છોકરીઓને વિદ્યાર્થીઓને સાયકલ, તકનીકી અને વ્યવસાયિક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, વગેરેનો સમાવેશ થાય છે.

સંબંધિત કડીઓ
News and Events