દૃષ્ટિ
સમાજના મુખ્ય પ્રવાહ સાથે સંમિલન અને સંકલનની પ્રકિયામાં આદિજાતિ સંસ્કૃતિ અને સંસ્થાઓને માફક આવે તેવી વ્યુહાત્મક આયોજન દ્વારા આદિજાતિ સમુદાયોની ક્ષમતાઓને ઉજાગર કરવી અને તે પ્રકારે આદિવાસી ગુજરાતમાં સામાજીક ન્યાય અને સમૃદ્ધિ લાવવી.
આવા દૃષ્ટિપુર્ણ ઉદ્દેશની પ્રાપતિ માટેના મુખ્ય પરિબળમાં ક્ષેત્રીય રચના અને આધુનીક ટેકનોલોજીના ઉપયોગ સહિત,વિભાગની કાર્યક્ષમતાનો સર્વાંગી વિકાસ કેન્દ્ર સ્થાને રહેશે.
ધ્યેય
વિકાસ | ગરીબાઈ અને બેરોજગારીમાં નોંધપાત્ર ઘટાડો. |
ઉત્પાદક અસકાયમત | અનુસૂચિત જનજાતિઓના અસ્તિત્વ માટે તેમની તરફેણમા ઉત્પાદક અસકયામતોનુ નિર્માણ કરવુ. |
માનવીય સંસાધનો | અનુસૂચિત જનજાતિઓના માનવ સંસાધનોનો વિકાસ |
સલામતી | તમામ પ્રકારના શોષણની સામે ભૌતિક અને નાણાકીય સલામતીની જોગવાઈ. |