મેટ્રીક-પૂર્વેની અભ્યાસ માટેની શિષ્યવૃતિ


pre-metric

  • વિહંગાવલોકન | આ યોજના વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ પ્રેરિત થાય તે માટે છે. આ યોજના નીચે ધોરણ ૯ થી ૧૦ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે.
  • ઉદ્દેશ | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રેરવા તથા આર્થિક સહયોગ ઉપલબ્ધ કરવો.
  • પ્રારંભ | ૨૦૧૩-૧૪
  • ભાગીદાર | કેંદ્ર સરકારનો ફાળો:૭૫% + રાજ્ય સરકારનો ફાળો: ૨૫%
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | અનુસૂચિત જનજાતિના તમામ વિદ્યાર્થીઓ
  • પાત્રતાના માપદંડ | અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૨,૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ તથા આગલા વર્ષની વાર્ષિક પરીક્ષામાં જે-તે ધોરણમાં પાસ થવું જોઈએ.
  • યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ | ધોરણ-૯ થી ૧૦ માટે હોસ્‍ટેલરને રૂ. ૬૨૫૦/- વાર્ષિક તથા ડેસ્‍કોલરને રૂ. ૩૦૦૦/- વાર્ષિક
  • સિદ્ધિ | વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૬૩૦૩૦ વિદ્યાર્થીઓએ લાભ મેળવેલ છે.
સંબંધિત કડીઓ
News and Events