rights

વ્યક્તિગત અધિકારો

વ્યક્તિગત હક્કોના પ્રકારમાં કાયદા અનુસાર પાત્રતા ધરાવતા દાવેદારોને રહેઠાણ માટે તેમજ ખેતીના ઉપયોગ માટે મહત્તમ ૪ હેક્ટર સુધીની જમીનના હક્ક એનાયત કરવામાં આવે છે.

આ માટેના લાભાર્થી :

  • પરંપરાગત અનુસૂચિત જનજાતિની અથવા પરંપરાગત વનવાસી હોવા જોઈએ અને છેલ્લી ત્રણ પેઢઓથી અધિકૃત રીતે ખેતીની આજીવિકા માટે જંગલ પર નિર્ભર હોવા જોઈએ.
  • વન અધિકાર અધિનિયમ, ૨૦૦૬ હેઠળ આવા હક્કોની માન્યતા એ શરતને આધીન છે કે તેવા અનુસૂચિત જનજાતિની કે અન્ય પરંપરાગત વનવાસી વ્યક્તિ ૧૩ ડિસેમ્બર ૨૦૦૫ પહેલાં જંગલની જમીન ધરાવતા હોવા જોઈએ અને ૩૧મી ડિસેમ્બર ૨૦૦૭ ના દિવસે તે જમીનનો કબજો તેમની પાસે હોવો જોઈએ.
 

સામુદાયિક અધિકારો

જંગલ જમીન પર તેમજ જંગલની પેદાશ પર સમુદાયનો હક્ક ગૌણ જંગલ પેદાશો એકત્રિત કરવા માટે તેમજ તેનો ઉપયોગ કરવા માટે, માછીમારો માટે, જંગલમાં પશુઓ ચરાવવા માટે, જંગલમાં આવેલ જલસ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે તેમજ આદિજાતિ જૂથોના સંદર્ભે જંગલમાં વસવાટ કરવા માટેના સામુદાયિક હક માન્ય કરી શકાય છે.

માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જંગલ જમીનનો ઉપયોગ

કાયદાની કલમ ૩(૨) માં કરેલી જોગવાઈ અનુસાર વિકાસ માટેના હક્કના પ્રકારમાં, શાળા, હોસ્પિટલ, લઘુસિંચાઈ, પેયજલ સુવિધા જેવી કુલ ૧૩પ્રકારની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે જંગલની જમીનની ફાળવણી કરવાની જોગવાઈ છે.

સંબંધિત લીંક
News and Events