સીમાંત જૂથો માટે યોજનાઓ
સરહદી ગામોમાં સુવિધાઓ
ગુજરાત રાજ્યની મોટી સંખ્યામાં આદિવાસી વસતિ પરંપરાગત રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં રહે છે. આ વિસ્તાર મુખ્યત્વે જંગલો, પર્વતો અને ચઢાણ-ઉતરાણ જેવા ભૂભાગનો બનેલો છે. આને કારણે તે વિસ્તારોમાં વિકાસની ગતિ ધીમી, અસમાન સામાજિક-આર્થિક, વિકાસ અને અર્થતંત્રના મુખ્ય પ્રવાહ સાથે ભળવાની અસમર્થતા તેની લાક્ષણિકતા છે.
હળપતિઓને સગવડ
હળપતિ જનજાતિ એ ગુજરાતની અતિશય પછાત અનુસૂચિત જનજાતિ છે. તેઓ દક્ષિણ ગુજરાતના મેદાની પ્રદેશોમાં છૂટા છવાયા રહે છે. તેઓ અન્ય બિન આદિવાસી લોકોની વચ્ચે જ વસે છે. અને અન્ય આદિજાતિઓની જેમ રાજ્યની પૂર્વીય પટ્ટીમાં ઘનિષ્ઠ રીતે વસતા નથી.
આદિમજૂથ (PTGs ને સગવડો)
ગુજરાતમાં આદિ જાતિઓ પૈકી પાંચ આદિમ જૂથો છે. જેમની કૂલ વસતિ ૨૩૪૭૯ પરિવારજનોની છે. અમદાવાદની આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર નામની સંસ્થાએ પ્રત્યેક આદિમજૂથ પરિવારોનો ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ હાથ ધર્યો હતો. આ મોજણીમાં જોવા મળ્યું કે આમાં કેટલાક એવા પણ પરિવારો છે જેમને આજીવિકાનું નિશ્ચિત સાધન પણ ઉપલબ્ધ નથી. તેઓની પાસે રહેવાનું ઘર નથી, વીજ જોડાણ નથી, પીવાનું શુધ્ધ પાણીના સુવિધા નથી. વળી રોગચાળાનો ભોગ બને તેમ છે, અશિક્ષિત છે. તેમની પાસે પોતાની માલિકીની કોઈ નિશ્ચિત અસક્યામત નથી અને તેઓ દેવા નીચે દબાયેલા છે.