ગુજરાત સરકાર દ્વારા ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ) ની સ્થાપના એક સ્વાયત્ત સંસ્થા તરીકે સોસાયટીઝ રજિસ્ટ્રેશન અધિનિયમ 1860 તથી બોમ્બે પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ 1950 નીચે કરવામાં આવી હતી. ગુજરાત સરકારના મુખ્ય સચિવ આ સોસાયટીના અધ્યક્ષ છે. ડિ-સેગનું મુખ્ય કર્તવ્ય મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ x(વનબંધુ કલ્યાણ યોજના) નો સફળતાપૂર્વક અમલ એક મિશન સ્વરૂપે થાય તે જોવાનું છે.
આ સોસાયટી માટેનું ભંડોળ રાજ્ય સરકાર દ્વારા પ્રાપ્ય થાય છે. તેના અગત્યના કાર્યો પાર પાડવા માટે બે મુખ્ય ચાવીરૂપ અધિકારીઓ ઉપરાંત અન્ય કૌશલ્યપૂર્ણ વ્યવસાયિકોની નિયુક્તિ કરારના ધોરણે કરવામાં આવે છે. .વ્યાપકપણે 'ડિ-સેગ' કાર્યક્રમો માટે વિવિધ પ્રાયોજનાઓ નક્કી કરવા માટે ભંડોળના સમયસર વિતરણ માટે તેમજ યોજનાઓનો અમલ કરવા માટેના યોગ્ય ભાગીદારોની પસંદગી કરવા જેવા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. રાજ્ય સરકારે સ્થાપેલા વિવિધ કોર્પોરેશનો બોર્ડ તેમજ અન્ય સંસ્થાઓ કાર્યોના સંકલન મૂલ્યાંકન દેખરેખ અને સુનિયંત્રણ માટેની તે ટોચની સંસ્થા છે. આદિજાતિ સમુદાયોના આર્થિક વિકાસ માટે તેમને સહાયરૂપ બનવાની જવાબદારી પણે તેને સુપરત કરવામાં આવી છે. આ ઉપરાંત આદિજાતિ સમુદાયો અને આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે સરકારી નીતિઓ અને કાર્યક્રમો આગળ ધપાવવા માટે મદદ અને સહાયના વિસ્તરણ માટે 'ડિ-સેગ' એ સમર્થનરૂપ ભૂમિકા નિભાવવાવંત છે.