ખાસ કેન્દ્રીય સહાય


ભારત સરકારની માર્ગદર્શિકા

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા રાજ્યોને, રાજ્યની આદિજાતિ પેટા યોજના (TSP) ઉપરાંતની ખાસ કેન્દ્રીય સહાય પણ ઉપલબ્ધ કરાય છે. આ ખાસ કેન્દ્રીય સહાયનો મુખ્ય હેતુ કૃષિ, બાગાબાની, રેશમ ઉદ્યોગ અને પશુપાલન તથા સહકાર જેવાં ક્ષેત્રોમાં પરિવારલક્ષી આવક પેદા થઈ શકે તે રહેલો છે.

ફાળવણી માટેના માપદંડ

આદિજાતિ પેટા યોજના એટલે કે સંકલિત આદિજાતિ વિકાસ કાર્યક્રમ (TSP - ITDP), MADA પોકેટ્સ અને ક્લસ્ટર્સ તેમજ આદિમ જૂથો(PTG) માટેની વ્યાપક રણનીતિના કાર્યક્રમો માટે ખાસ કેન્દ્રીય સહાય (SCA) ની કુલ ફાળવણીમાંથી, છૂટાછવાયા આદિવાસીઓ માટે ૧૦ ટકા ખાસ કેન્દ્રીય સહાય બાજુ પર રાખીને બાકીના ૯૦ ટકા ફાળવણીમાંથી, જે-તે કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જનજાતિની જેટલી સંખ્યામાં વસતિને આવરી લીધી હોય તે પ્રમાણ અનુસાર ખાસ કેન્દ્રીય સહાયની ફાળવણી કરવામાં આવે છે.

આર્થિક વિકાસ

ગુજરાતમાં આદિમજાતિનાં જૂથ (PTG) પાંચ છે જેમાં કુલ પરિવારોની સંખ્યા ૨૩,૪૭૯ છે. અમદાવાદ ખાતેના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર (TRTI) દ્વારા આ દરેક પરિવારની ઊંડાણપૂર્વકની મોજણી હાથ ધરવામાં આવી હતી. આ મોજણીમાંથી એ તથ્ય બહાર આવ્યું કે એવાં ઘણાં પરિવાર છે જેમને આજીવિકા માટેનું નિશ્ચિત સાધન પણ ઉપલબ્ધ નથી, રહેવા માટે આવાસ નથી, વીજ-જોડાણ નથી, પીવાનું શુધ્ધ પાણી ઉપલબ્ધ નથી, તેઓ રોગચાળાનો ભોગ બને તેવી સ્થિતિમાં જીવી રહ્યા છે, નિરક્ષર છે, માલ-મિલકત વિહોણા છે અને દેવા નીચે દબાયેલા છે.

આદિમ જૂથો

૪૦% રકમ આદિમજૂથ સમુદાયોના સંખ્યાત્મક કદની પાછળ.

સંબંધિત કડીઓ
News and Events