court
અત્યાચાર પ્રતિબંધ અધિનિયમ, ૧૯૮૯ હેઠળના કેસો ચલાવવા માટે સેસન્સ અદાલતોને ખાસ અદાલતો તરીકે જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારના કાયદા વિભાગના જાહેરનામા અનુસાર ગુજરાત રાજયની તમામ સેસન્સ અદાલતોના સૌથી વરિષ્ઠ અધિક સરકારી વકીલોને આ ખાસ અદાલતોમાં કેસો ચલાવવા માટે અધિકૃત કરાયા છે. જે સેસન્સ અદાલતોને ખાસ અદાલતો તરીકે જાહેર કરવામાં આવી છે, તેમાં નીચેનાનો સમાવેશ થાય છે :
- સેસન્સ અદાલત, અમદાવાદ
- સેસન્સ અદાલત, અમરેલી
- સેસન્સ અદાલત, ભાવનગર
- સેસન્સ અદાલત, ભરૂચ
- સેસન્સ અદાલત, બનાસકાંઠા, પાલનપુર
- સેસન્સ અદાલત, જુનાગઢ
- સેસન્સ અદાલત, જામનગર
- સેસન્સ અદાલત, કચ્છ, ભુજ
- સેસન્સ અદાલત, ખેડા, નડિયાદ
- સેસન્સ અદાલત, મહેસાણા
- સેસન્સ અદાલત, પંચમહાલ, ગોધરા
- સેસન્સ અદાલત, રાજકોટ
- સેસન્સ અદાલત, સુરત
- સેસન્સ અદાલત, સુરેન્દ્રનગર
- સેસન્સ અદાલત, સાબરકાંઠા, હિંમતનગર
- સેસન્સ અદાલત, વડોદરા
- સેસન્સ અદાલત, વલસાડ
- સેસન્સ અદાલત, ગાંધીનગર
- સેસન્સ અદાલત, આણંદ
- સેસન્સ અદાલત, નર્મદા
- સેસન્સ અદાલત, નવસારી
- સેસન્સ અદાલત, દાહોદ
- સેસન્સ અદાલત, પાટણ
- સેસન્સ અદાલત, પોરબંદર