ટેલેન્ટ પુલ સ્કુલ વાઉચર યોજના (પ્રતિભા કોષ)


talent

  • વિહંગાવલોકન | અનુસૂચિત જનજાતિના સારી પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા.
  • ઉદ્દેશ | પ્રતિભા ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ પ્રતિષ્ઠિત ખાનગી શાળાઓમાં મેળવી શકે જેથી તેઓ વિશ્વાસપૂર્વક સમાજના અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે.
  • પ્રારંભ| ૨૦૦૮-૦૯
  • ભાગીદારી સંસ્થા | કોઈ નહિ
  • ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
  • અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ-૫ના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જેઓને પ્રવેશ પરીક્ષા પાસ કરીને અને ૬૦% કે તેથી વધુ ગુણ મેળવીને ઉપલા વર્ગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય.
  • પાત્રતાના માપદંડ | આ યોજના અંતર્ગત લાભ પરિવારની નીચે પ્રમાણેની વાર્ષિક આવક ઉપર આધારિત છે:
 
અનુ. નં.વાર્ષિક આવક રૂપિયાલાભ
રૂપિયા ૨,૦૦,૦૦૦ સુધી પૂરેપૂરી સબસીડી
રૂપિયા ૨,૦૦,૦૦૦ થી ૩,૦૦,૦૦૦ ૫૦% સબસીડી
રૂપિયા ૩,૦૦,૦૦૦ થી ઉપર કોઈ સબસીડી નહિ
 
  • યોજના નીચેના લાભ | ટેલેન્ટ પૂલ સ્કૂલ વાઉચર યોજના અંતર્ગત જે વિદ્યાર્થી ‘અતિ શ્રેષ્ઠ શાળાઓ’ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને રૂ. ૮૦,૦૦૦ / - પ્રતિ વર્ષ ચુકવાય છે. જ્યારે ‘શ્રેષ્ઠ શાળાઓ’ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને રૂ. ૬૦,૦૦૦ / - દર વર્ષે ચુકવાય છે. જો શાળા ફી રૂ. ૬૦,૦૦૦ / - કરતા ઓછી હોય, તો બાકીની રકમ વિદ્યાર્થીને છાત્રવૃત્તિ તરીકે ચૂકવવાની રહેશે. જ્યારે ફી તેના કરતા વધારે હોય ત્યારે વાલીએ ચૂકવવી પડે છે.
  • મેળવેલ સિદ્ધિ | વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨૬૨ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવેલ છે.
સંબંધિત કડીઓ
News and Events