ગુજરાતની આદિજાતિ વસતિ


demography

ગુજરાતનું અર્થતંત્ર મજબૂત વિશાળ પાયો ધરાવે છે. અને અગિયારમી પંચવર્ષીય યોજનાની રાજ્યની સિધ્ધિ સરાહનીય છે. આની અસર આદિવાસી વિસ્તારો પર પણ પડી છે અને તે વિસ્તારોનો વિકાસ ઝડપી બન્યો છે. અલબત્ત, આ વિકાસગાથામાં કેટલીક નબળાઈઓ પણ રહેલી છે, જેનો ઉપચાર કરવાની જરૂર છે. કેટલાક નવા પડકારો પણ ઝીલવાના રહે છે. આદિવાસી વિસ્તારોના વિકાસનું માપ કાઢવું કંઈક મુશ્કેલ છે. કારણ કે આ વિભાવનાનાં વિવિધ પાસાંઓ જોવાનાં રહે છે.

દેશની આદિવાસી વસતિનો ૮.૧% ભાગ ગુજરાતમાં વસે છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસતિ ૮૯.૧૭ લાખ છે. જે ગુજરાતની કુલ વસતિનો ૧૪.૮% હિસ્સો છે. આદિવાસી વસતિ રાજ્યની પૂર્વપટ્ટીમાં રાજસ્થાનની ઉત્તર સરહદે માઉન્ટ આબુ થી દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણું જિલ્લાને અડીને આવેલા વિસ્તારોમાં વસે છે. આદિજાતિ પેટા યોજના હેઠળનો વિસ્તાર રાજ્યના ભૌગોલિક વિસ્તારનો ૧૮% હિસ્સો રોકે છે. રાજ્યમાં આદિવાસીઓની ૧૧ મુખ્ય જાતિઓ છે, જેમાં ભીલ જાતિની વસતિ સૌથી વધુ છે અને તે રાજ્યની કુલ આદિવાસી વસતિના ૪૭.૮૯% થાય છે. હાલની વસતિ ગણતરી અનુસાર, રાજ્યમાં જે પાંચ અતિ પછાત આદિમ જાતિ સમુદાયો છે તેની વસતિ ૧,૪૪,૫૯૩ છે.

આકૃતિ - ૧ ગુજરાતમાં આદિવાસી વિસ્તારો

ગુજરાતમાં આદિવાસી વિસ્તારો

૨૦૧૧ ની વસતિ ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં અસરકારક સાક્ષરતા દર ૬૨.૫% હતો. જે ૨૦૦૧ ની તુલનાએ ૧૪.૮% વધારે હતો. વળી, મહિલા સાક્ષરતા દરમાં તો ખૂબ જ પ્રભાવક સુધારો જોવા મળ્યો, જે ૨૦૦૧ ની તુલનાએ ૧૭.૨% વધુ હતો. ખૂબ જ ટૂંકા સમયગાળામાં સાક્ષરતા દર વચ્ચે જે ખાઈ ૨૧% હતી તે ઘટીને ૧૫% થઈ.

સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events