ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ, ગાંધીનગર


રાજય સરકારના પંચાયત, ગૃહનિર્માણ અને શહેરી વિકાસ વિભાગના ઠરાવક્રમાંક:મકન-૧૦૮૨-૩૬૫-જ-૧, તા.૨૦/૦૧/૮૩થી સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ-૧૮૬૦ હેઠળ ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડની રચના કરવામાં આવેલ છે. બોર્ડ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા અને છોટાઉદેપુર જીલ્લાઓમાં હળપતિ આવાસોના બાંધકામ માટે લાભાર્થીઓને સરકારશ્રીએ નિયત કરેલ નિયમોનુસાર સહાય પૂરી પાડવામાં આવે છે.

બોર્ડના નિયામક મંડળનું માળખું નીચે મુજબ છે.

  • બોર્ડના કુલ સભ્યોની સંખ્યા : ૧૧
  • બિનસરકારી સભ્યોની સંખ્યા : ૦૬
  • સરકારી સભ્યોની સંખ્યા : ૦૫
  • બોર્ડમાં હાલમાં બિનસરકારી સભ્યોની નિમણુંક રાજય સરકાર તરફથી કરવામાં આવેલ નથી. માન. અધ્યક્ષશ્રીની જગ્યાનો હવાલો કમિશનરશ્રી, આદિજાતિ વિકાસને સોંપવામાં આવેલ છે.

સરકારી સભ્યશ્રીઓ:


  1. અધિક વિકાસ કમિશનરશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર.
  2. નાયબ સચિવશ્રી, પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ.
  3. સંયુકત સચિવશ્રી, આદિજાતિ વિકાસ વિભાગ.
  4. સભ્ય સચિવશ્રી, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ.
  5. નાણાંકીય સલાહકારશ્રી, નાણાં વિભાગ.

બોર્ડની કામગીરીનું કાર્યક્ષેત્ર:

રાજય સરકારશ્રી તરફથી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, અને વડોદરા જીલ્લાઓનો બોર્ડની કામગીરી માટેનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવેલ છે.

  1. હળપતિ ગૃહનિર્માણ યોજના હેઠળ કાચામાંથી પાકા આવાસોનું બાંધકામની યોજના:

    હળપતિ ગૃહનિર્માણ યોજના હેઠળ હળપતિ જાતિના ઇસમોને રહેઠાણની સુવિધા પુરી પાડવાની યોજના ૧૯૬૩ થી અમલમાં છે. શરૂઆતમાં આ યોજનાનું અમલીકરણ સબંધિત કલેકટરશ્રીઓ દ્વારા કરવામાં આવતું હતું. પરંતુ ૧૯૮૩ માં બોર્ડની રચના થયા બાદ તા.૧-૪-૧૯૮૪ થી સદર યોજનાની કામગીરી રાજય સરકારે આ બોર્ડને સુપ્રત કરેલ છે.

    બોર્ડને જ્યારે ૧-૪-૮૪ થી હળપતિ યોજનાની કામગીરી સોંપવામાં આવી ત્યારે આવાસની કિંમત રૂ.૫,૦૦૦/- હતી જેમાં માલ સામાન વગેરેની કિંમતમાં વધારો થતાં રાજ્ય સરકારે ઉત્તરોતર વધારો કરી છેલ્લે તા.૨૪-૨-૨૦૧૫ ના પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવથી આવાસની સહાય રૂ.૭૦,૦૦૦/- કરવામાં આવેલ હતી. હાલમાં તા.૨૫-૬-૨૦૧૮ ના આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવથી આવાસ દીઠ સહાય રૂ.૧,૨૦,૦૦૦/- આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

    આવાસ લાભ માટે પાત્રતાનાં ધોરણો:

    • આ યોજનાનો લાભ હળપતિ, તળાવીયા અને નાયકા લોકો કે જે તમામનો સમાવેશ અનુસુચિત જનજાતિમાં થાય છે. અને કાચું આવાસ હોય તેમને મળવાપાત્ર છે.
    • લાભાર્થીને સરકારે ફાળવેલ પ્લોટ અથવા પોતાની માલિકીની જ્ગ્યા પર આવાસ બાંધી આપવામાં આવે છે.
  2. ૨૦ વર્ષ કે તેથી વધુ જુના/જર્જરીત હળપતિના હયાત આવાસોના પુન:નિર્માણની યોજના:
  3. સરકારશ્રીની જુદીજુદી આવાસ યોજના જેવી કે હળપતિ ગૃહનિર્માણ યોજના, સરદાર આવાસ યોજના, ઇન્દીરા આવાસ યોજના, વ્યકિતગત આવાસ યોજના કે અન્ય સરકારી યોજના કે જેમાં સરકારશ્રીની લોન/સહાયથી હળપતિ લાભાર્થીઓને આવાસની સવલત પુરી પાડવામાં આવેલ હોય તેમજ મકાન પૂર્ણ થયાને ૨૦ કે તેથી વધુ વર્ષ થયેલ હોય તથા મકાન જર્જરીત થઇ ગયેલ હોય રહેવાલાયક ન હોય તેવા મકાનોના હળપતિ લાભાર્થીઓને નવેસરથી મકાન બનાવવા રૂ.૧,૨૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થાય છે.


ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ
અહેવાલ
વર્ષલક્ષ્યાંક (મકાનોની સંખ્યા)પ્રાપ્તિ (મકાનોની સંખ્યા)જોગવાઈ (રૂ. લાખમાં)ખર્ચ (રૂ. લાખમાં)
૨૦૧૬-૧૭૨૪૯૦૧૭૨૬૧૭૪૫૧૪૬૦.૫૭
૨૦૧૭-૧૮૪૩૦૦૪૩૨૬૩૦૭૦.૨૦૩૨૯૨.૧૧
૨૦૧૮-૧૯૩૨૭૦૨૪૩૪૩૯૨૪.૪૦૨૯૪૯.૦૬
૨૦૧૯-૨૦૨૮૦૩૨૮૧૨૩૩૬૩.૪૦૩૬૮૩.૪૬
Total૧૨૮૬૩૧૧૨૯૮૧૨૧૦૩.૦૦૧૧૩૮૫.૨

img

બોર્ડની પેટા કચેરી:

  1. સુરત - ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ, સી-બ્લોક,આઠમો માળ,બહુમાળી ભવન, સુરત. ફોન : ૦૨૬૧-૨૪૬૫૯૦૧.
  2. વલસાડ - ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ, જુની કલેકટર કચેરી, પાંચમો માળ,વલસાડ, ફોન: ૦૨૬૩૨-૨૪૨૨૬૩.

બોર્ડની મુખ્ય કચેરી:
ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહનિર્માણ બોર્ડ,
બ્લોક નંબર-૧૧,ત્રીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન,
ગાંધીનગર.
ફોન : ૨૩૨-૫૬૮૮૦, ૨૩૨-૫૬૮૮૩, ૨૩૨-૫૪૫૮૨.
મેઈલ એડ્રેસ :- gllhhb.gan@gmail.com



News and Events